fbpx
Gurushri
Sant Shri Odhavram Bhagwan

SANT SHREE ODHAVRAMJI MAHARAJ

Sant Odhavram was born in Jakhau, a small village located on the west coast of India in Kutchh. He was born in a Bhanushali family on a day that the whole country celebrates as “RAM NAVMI” in 1889, he was named “UDHAV” His parents were mother Chaagbai & father Hemraj. Udhav had one elder brother & two sisters. 

As a kid Udhav was special. He did behave kiddish but was more inclined towards spirituality. He loved Music and Bhajans from the age of 5 and when he grew 9, he always carried the Bhagwat Geeta to school and at play too. He used to narrate single liners from the sacred Geeta to his friends and at times discuss the same with Pandits too. It looked like he knew each and every chapter of the Bhagwat Geeta and was just revising them. 

Udhav got his first guru at the age of 9. He was Shri Shanakaranandji from Mandvi Takula in Kutch. Udhav learnt Sanskrit and the Veda’s from Shri Shankaranandji for 6 months and following an life scaring accident in the ashram was returned to Jakhau. Later Udhav came to Mumbai and worked as a gunny bags laborer for 8 years but finally left Mumbai dedicating his life for the mankind and for the upliftment of Kutch and Gujarat. 

Odhavramji came to Vandhai in Kutchh. Shri Lalramji was the Mahant at the Ishwar Ashram, Vandhai. The Vandhai Ashram follows the Harihar parampara. The Harihar Parampara was started by Shri Deva Saheb in Hamla, kutchh and a few decades later his disciple Shri Ishwarramji settled in Vandhai. After Ishwarrmji, Shri Lalramji took care of the Ashram and after Lalramji,  Odhavramji was declared the Mahant of the Ishwar Ashram. 

Odhavramji always believed that society cannot progress without Education. Odhavramji went door to door and person to person in Mumbai, Calcutta & Madhya Pradesh asking people to contribute funds to start the first Gurukul in Kutch. As the construction of Gurukul began, Odhavram walked from house to house, village to village preaching the need of education. At times Odhavramji used to work as a laborer carrying bricks overhead, make the cement mix and feed workers with food & water. The first gurukul of Kutch was named Ishwarramji Gurukul & inaugurated on Vasant Panchmi 1937. Odhavramji welcomed his first batch of 330 students.   

Odhavramji was firm and dedicated in his decisions & this dedication made his Gurukul dream come true. Now he wanted to push the gurukul barriers further by wanting to teach & educate the blind. He believed and preached that we all are children of God and we all deserve love and respect in the society. A blind person has no option but to beg or rely on family. He wanted to gift the blind self reliance and respect in society. The school for the blind began in 1938. He called for the brail script from Bombay and his first batch had 7-8 students. Apart of book knowledge he used to teach them the intelligence of senses. He revealed to them, their power of ears, nose and fingers. Sadhu Sevadas who studied in the blind school, still resides at the IshawarAshram, Vandhai, Kutchh. 

The 19th & 20th century was the period of illiteracy & poverty. People inclined towards Spirituality could be easily cheated in the name of God. In the same era, the Kadwa Patidaar Samaj (Kadwa Patel) fell into the hands of some greedy spiritual Guru’s & got converted to a religion that has had no existence in history called the Peerani Panth. 

Odhavramji struggled for 16 years to bringing the entire Patidaar samaj back to Sanatan Dharma. In this struggle Odhavramji faced 3 to 4 life threatening attacks but escaped without a scratch. Once a guy entered his sadhana kutir ( meditation place) & tried to shoot at him from point blank range but failed. Once he was attacked by a mob of 8-10 people with swords but they failed. Odhavramji was a believer of “Ahimsa Paramo Dharma (Non violence the highest religion). In his entire life span he never ever touched a weapon & still succeeded in his mission on faith & dedication. 

 In 1943, Odhavramji supported Gandhiji’s movement to accept the untouchables  as part of the society. In Odhavramji’s life this was the only decision that sparked off the society against him. Villagers throughout Kutch revolted but Odhavramji stood firm on his decision. Some unsocial elements started provoking the villagers & People started leaving him. But as every night has a day, Harijans got their rightful place in the society & Odhavramji won his battle for Humanism with pride and dignity. 

 Sant Odhavramji was a firm believer of Mahatma Gandhi & follower of his deeds. Odhavramji accepted Gandhiji’s Swadeshi Apnao slogan & put it to practice the same day. He stared weaving his own clothes on the CHARKHA and made it compulsory for every student of the Gurukul to learn & weave. Odhavramji used to say one should first practice what he preaches. 

In 1945 a convention was called under the leadership of Shri Meher Ali in Mundra. Sant Odhavramji was also invited for this convention as his speeches had a very strong impact on people. When Odhavramji was invited to give some spiritual discourses a strange incident happened. Odhavramji said “ I cannot die in peace till my motherland is freed from these invaders. In this freedom fight write my name first followed by my 330 students of the Gurukul. I would be honored to sacrifice my life for my motherland” In 1947 India was declared independent & Odhavramji continued to serve mankind.      

The year 1940 saw the worst drought of Kutchh. Cattle was dieing in thousands. In this period Odhavramji sidelined all his other activities & dedicated his life for the suffering cattle & villagers. Odhavramji said “Saving these speechless cattle is the first & foremost responsibility of a true Hindu. If one has to give away everything he has and even his life for this noble cause it worth”. In thousands cattle started flowing in Vandhai and Odhavramji offered sufficient food, water & shelter for all. At times he, his students & ashram had to starve but thousands of cows & other cattle was saved. 

In 1942 Odhavramji started a movement for the Bhanushali community. Bhanushali’s are “Surya Vanshi” but due to illiteracy & poverty were being harassed by society. Odhavramji decided to draw a path for his own community & give them their real place in the society. He traveled across villages & cities preaching the importance of education & finally succeeded in starting the first boarding in Mandvi. Bhansuhali Haridas Pradhan Joisar sold off almost all his properties & life savings to manage the required funds for this cause. A few years later Odhavramji also struggled to build home shelter for the Bhanushali’s who had migrated from Kutch to Mumbai for work & with funds provided by Bhanushali Haridas Velji Joisar of Mumbai, The Bhanushali wadi in Mumbai came into existence in 1952. 

During this era there was a 9 year old girl who came very close to Odhavramji. Odhavramji blessed her with his knowledge & today she is serving mankind & showing all the divine path to happiness. She is Param Pujya Sant Mataji Rama Devi of Haridwar. 

In 1954 Odhavramji handed over the vandhai Ashram to “DAYADDASJI” and reached Haridwar to spend the rest of his life at the Ganges but when he saw a few Kutchi’s roaming on the streets of Haridwar without any place to stay, He felt the need of a Dharmashala for people to stay & spend their last days peacefully. He wrote several letters asking for funds & help. Finally with the help of a few disciples the Kutchhi Lalrameshwar Ashram was established in 1956. Pujya Jashoda Maa gave a helping hand & worked day & night in setting up the ashram. 

In Haridwar Odhavramji found a holy soul who would follow his path of serving mankind after he was gone. His name was “VALJI” Valji took diksha and became VALDAS. Valdasji started serving mankind & followed the path laid by Odhavramji. Odhavramji returned to Vandhai & took the Mahasamadhi on 13th January 1957. 

વાઢાયની ભુમિને તપોભુમિ અને તીર્થભુમિ બનાવનાર હરિહર સંપ્રદાયની સંતપરંપ્રાના મહાન તપસ્વી બ્રહ્મવેતા ” બહુજનહિતાય” જેમણે પોતાનુ જીવન ઘસી નાખ્યુ એવા મહાન સંતશ્રી ઓધવરામજી મહારાજનો જન્મ વિક્રમ સંવત ૧૯૪૫ ના ચૈત્ર સુદ-૯ રામનવમીના પાવન દિને ભાનુશાલી કુટુંબમા થયો હતો. તેમના પિતાનુ નામ હેમરાજ ભક્ત અને માતાનુ નામ ચાગબાઇ હતુ. તેઓ તે સમયે અબડાસા તાલુકાના જખૌ બંદરે નિવાસ કરતા હતા. હેમરાજ ભક્તને મળેલા એક બ્રહ્નવેતા મહાત્માએ તમ્ની સંતસેવા અને પ્રભુ-ભક્તિથી પ્રસન્ન થઇ તેમને ત્યા એક મહાત્મા પુત્રરૂપે અવતરશે એવા આર્શીવાદ આપેલા.

પુજ્ય મહારાજ્શ્રી સમજણા થયા ત્યારથી જ એમની રીતભાત, રમત પણ જુદા પ્રકારની હતી. મંદિરોમા દેવદર્શને જવુ, કથાવાર્તા થતી હોય તો શાંતચિતે શ્રવણ કરવુ અને તેમાથી યાદ રહ્યુ હોય તો તેને પુનરવરતિત કરી ફરી ફરી બોલ્યા કરવુ, અન્યને સંભળાવવુ, બાળ્કો એકત્ર કરી પોતે કથાકાર બને અને અન્યને શ્રોતા બનાવી પોતે ઉપદેશો આપવા રૂપી બાળચેષ્ટા એમના ભવિશ્ય માટે શુ સૂચવી જાય છે તે આપણે સમજવુ રહ્યું.

ખીરસરાના સંતશ્રી શંકરાનંદે બાળક ઓધવરામમા ભવિષ્યના મહાન સંતના દર્શન કર્યા અને તેમે પોતાની સાથી લઇ જઇ આશ્રમમા રાખ્યા. જ્યા તેઓ સતસમાગમનો લાભ લેતા અને સંતસેવા પણ કરતા. આશ્રમમા અગ્નિથી દાઝી જવાના અને કુવામા પડી જવાના બે જીવલેણ પ્રસંગોમાથી સંત શ્રી શંકરાનંદના તપોબળને કારણે અને ઇશ્વર તેમના હાથે ઘણા શુભ ધર્મકાર્યો કરાવવાના હોવાથી ચમત્કારિક રીતે બચી જવા પામ્યા અને તેઓ આશ્રમમાથી ઘેર પાછા ફર્યાં.

હેમરાજ ભગતે જીવનના અંત સમયમા પોતાની પત્ની ચાગબાઇને બોલાવીને ભલામણ કરતા કહ્યુ કે,”યોગીરાજના વચન અનુસાર આ બાળકને સંત થવા દેજો, પરંતુ પુત્રભાવ રાખી એને પરણાવશો નહિ.” એમ કહી ભકત હેમરાજે પ્રાણ છોડ્યા.

સંવત ૧૯૫૯ મા મહારાજશ્રી ઓધવરામજી વ્યવસાયાર્થે મુંબઇ ગયાપ ત્યા તેમણે બારદાનનો, મુકાદમનો એમ જુદા જુદા વ્યવસાયો પણ કર્યાં. મોહમયી મુંબઇનગરી મોહિની લાગતા એક સમયે તેમણે ગૃહવસ્થામા પ્રવેશવાનુ પણ વિચાર્યુ. પરંતુ એક વખત મિત્રો સાથે પાછા ફરતા ફરતા સત્યવાદી રાજા હરીશચન્દ્રનો આખ્યાન સાંભળવાનુ થયુ અને તેમના પુર્વના સંસ્કારો જાગી ઊઠ્યા. વિષય વાસનાને વશ થઇને ઇન્દ્રિય સુખ માટે તેમને બંધનમા બંધાઇને ઉતમ મનુષ્ય અવતાર વેડફી નાખવાનુ યોગ્ય ન લાગ્યુ. તેમના માતાની પણ મનોમન એ જ ઇચ્છા અને એ જ પ્રાર્થના હતી કે પુત્ર સંસારમા બંધાઇ ન રહેતા સંસારીઓને બંનધનમાથી મુકત કરનાર સંત બને.

યુવાન ઓધવરામજી મુંબઇ નગરીની મોહમાયા છોડી કચ્છ આવ્યા. સંવત૧૯૬૭ ના શ્રાવણ માસમા દેવધામ હમલાપુરી બાવાશ્રી દેવસાહેબની ગાદી ઉપર વેદવેદાત પારંગતપુર્ણ પ્રતાપી મહંત બાવાશ્રી પુરણદાસજી બિરાજતા હતા. તેમના ચરણમા મસ્તક નમાવી કંઠી બંધાવી અને આશ્રમમાં રહી સંત સેવા અને બાવા જે બતાવે તે કામ કરતા. બાવાજીનુ પાંડિત્ય એટલુ અગાધ હતુ કે તેઓશ્રીએ મહારાજશ્રીને શબ્દ-રૂપાવલી, ધાતુ-રૂપાવલી, સમાસચક અને પંચસંધિ સુધીનો અભ્યાસ કરાવ્યો.

બાવા સાહેબ જ્યા જતા હતા ત્યા તેઓ ઉદ્વવદાસને સાથે લઇ જતા પરંતુ ઉદ્વવસની વૈરાગ્ય વૃતિને કારણે મુંબઇના બાવા સાહેબના નિવાસ દરમ્યાન આ ભીડવાળુ ધમાલિયુ જીવન તેમને અનુકૂળ ન આવતા તેઓશ્રી વિક્રમ સંવત ૧૯૭૦ મા ઇશ્વર આશ્રમ વાઢાય પધાર્યા, જ્યા તેમણે ગુરુ શ્રી લાલરામજી પાસેથી સાધુપદ અને શિષ્યપદની દીક્ષા લઇ”ઓધવરામ” એવુ નામ ધારણ કર્યું. ગુરુ લાલરામજી પાસેથી તેમના વૈરાગ્ય શતકનું જ્ઞાન તો મળ્યુ પણ તેમની સાચા શિષ્ય તરીકેની પાત્રતા જોઇને ગુરુ શ્રી લાલરામજીએ અંત સમયે તેમના ગુરુ સંતા શ્રી ઇશ્વરરામજી મહારાજ દ્વારા મળેલુ આત્માસાક્ષાત્કરનુ ગુઢ જ્ઞાન આપ્યું.

વિક્રમ સંવત ૧૯૭૧ મા ગુરુ શ્રી લાલરામજીનુ શરીર શાંત થયા બાદ હમલા દ્વારાના ગાદીપતિ સંતશ્રી બાવા પુરનદાસજીએ ઓધવરામજીને ગાદી માટે યોગ્ય ગણીને પસંદ કર્યા અને વિક્રમસંવત ૧૯૭૬મા તેઓશ્રીએ તેમના ગુરુ શ્રી લાલરામજી પાછળ ભંડોળ કર્યો અને તે સમયે ” ચદરવિધિ” થી વાઢાયની ગાદી સોંપવામા આવી. પરંતુ મહારાજશ્રીની આશ્રમની જવાબદારીમા બંધાઇ રહેવા કરતા ભ્રમણ કરીને લોકોને જ્ઞાન લાભ કરાવવામા વધુ રુચિ હતી તેઓ તેમની સાથે બે સંતો શ્રી વિઠલદાસજી અને શ્રી રામદાસજીને લઇને કચ્છના ગામડાઓમા લોકસંગ્રહ અર્થે નીકળી પડયા. પરંતુ પાછળથી દ્વારાની સ્થિતિ અંગેની મંજલવાસી સાધવી મૈયા દ્વારાના સંતોનો સંદેશો આવતા વાઢાય પાછા ફર્યા અને આશ્રમની જવાબદારી સંપર્ણપણે ઉઠાવી લીધી.

સંતશ્રી ઓધવરામજી સાચા અર્થમા એક નિ:સ્પુહી સંત હતા. તમને ધનનિ લગીરે મોહ નહતો. સેવકો તરફથી મળતુ દાન પણ તેઓ સાધુઓની પંગત કરાવવામા, તેમને દાન દક્ષિણામા લે પછી ગરીબોને ગુપ્ત રીતે મદદ કરવા જેવા સત્કાર્યોમા ખર્ચી નાખતા અને તેમ છતા ધન બચે તો યજ્ઞ કરાવતા. આવો એક મોટો યજ્ઞ તેપ્શ્રીએ સં ૧૯૮૦ મા તે સમયે ૯૦ હજાર કોરીનો ખર્ચ કરાવેલો. જેમા દેશ પરદેશથી આવેલા સાધુદંતો મોટી સખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

મહારાજશ્રીને ધર્મકાર્ય ઉપરાત સમાજસેવા અને શિક્ષણમા પણ ઊડો રસ હતો. તેમણે અગાઉ ” સુર્યા” ગુરુકુળ નિહાળ્યા બાદ એવુ જ ગુરુકુળ કચ્છમા સ્થાપવાની ઇચ્છા તેમના મનમા ઘોળાયાઅ કરતી હતી, જેમા કચ્ચાના વિધ્યાર્થીઓને વૈદિકજ્ઞાનની સાથે સાથે વ્યાવાહારિક જ્ઞાન પણ ભણાવવામા આવે. સં ૧૯૯૨ના અક્ષરતૃતીયાના શુભ દિને ગુરુકુળ્ના ખાત મુહુરતની સાથી મહરાજશ્રીનુ સ્વપ્ન સાકાઅર થયું. તેઓશ્રીએ આઅ ગુરુકુળનુ નામાભિધાન તેમના દાદાગુરુ શ્રી ઇશ્વરરામજીના નામ પરથી ” શ્રી ઇશ્વરરામજી ગુરુકુળ” કર્યું અને એક વર્ષના ટૂકા ગાળામા જ એક ગુરુકુળના મકાનનુ બાંધકામ પુર્ણ થતા સંવત ૧૯૯૩ ની મહ મહિનાની વસંતપંચમીના શુભ દિને તે સમયના ક્ચ્છના નાયબ દીવાન રા. રા. યદુરામ પુરૂષોતમ ભટ્ટના હાથે ઉદઘાટન થયુ અને કચ્છના નેત્રહીનો માટે શરૂ થયેલ ગુરુકુળમા જ શરૂ કરવામા આવેલ અંધશાળાનુ ઉદઘાટન પણ તે જ સમયે જ કચ્છના આરોગ્ય અધિકારી ડો. જાદવજી હંસરાજના હસ્તે કરવામા આવ્યુ, જે સમયમા કચ્છમા અંધત્વનુ પ્રમાણ સવિશેષ હતુ. પણ અંધજનો શિક્ષણ મેળવીને પગભર બની શકે એ કલ્પના પણ લોકો માટે દેષ્કર હતી, તે સમયમા આ કરુણામુર્તિ એ આવા લોકોના અંધકરભર્યા જીવનને પ્રકાશ પાથરવાનુ જે બીડુ ઝડપ્યુ તે ખરેખર ક્રાંતિકારી વિચાર જ ગણી શકાય.

કુદરતના ખેલ તો જુઓ, મહારાજશ્રીના વ્યસની શિષ્ય જાનકીદાસના બહેકાવામા આવીને હજુર ફરમાનથી આ સંસ્થના મકાનો સીલ કરવા જેઓ આવવાના હતા, તેઓ જ (રાયના અમલદારો) વાજતે ગાજતે આ મકાનોનુ ઉદઘાટન કરવા આવ્યા. જાણી આશ્રમને સીલ કરવાનિ હુકમ આપી કરેલ અપરાધની મુક ક્ષમાયાચના હતી. ગુરુકુળના મકાનોનુ કામ પુર્ણ થતા મહારાજશ્રીના મુંબઇના સેવકો વરસી પડયા. એમણે ગુરુકુળ્મા સેવકો માટે નિવાસગૃહ, પરિવારગૃહ, ભોજનશાળા, દવાખાનુ, અતિથિગૃહ, વ્યાયામશાળા ઇત્યાદિ મકાનો તૈયાર કરાવ્યા.

મહારાજશ્રીની કસોટી થવાની જાણે બાકી હોય એમ સંવત ૧૯૯૬ મા કચ્છમા કારમો દુષ્કાળ પડયો. મહારાજશ્રી મુંગા પશુઓ અને ગાયોની વહારે થયા. આ કપરા કાળમાથી ઉગારી લેવા પશુઓ માટેની ઘાસચારાની વ્યવસ્થા અને ગરીબો માટે અનાજની વ્યવસ્થા માટે તેમણે દાનમા મળેલુ લગભગ બધુ જ ધન લૂટાવી દીધુ. ગજાબહારનો ખર્ચ કરીને પણ તેમણે જરૂરિયાતમંદોને મદદ કરી. સંવત૧૯૯૭મા તેઓશ્રી મંજલ આશ્રમમા બે વર્ષ માટી પ્રભુભજન કરવા એકાંતવાસમા ચાલ્યા ગયા. સંવત ૧૯૯૯ના માગસર માસની સુદ-૪ની (તા, ૧૧-૧૨-૪૨) ના રોજ પોતાના એક ગુરુબંધુ સાધુ કેશવદાસને આશ્રમનો વહીવટ સોંપી દેફ્હો. પણ ફાંટાબાજ કુદરત એમને ક્યા છોડે એમ હતી. સાચા સાધુનુ કર્તવ્ય હજુ નિભાવવાનું બાકી હોય તમ સ6વત ૨૦૦૦ મા સાધુ કેશવદાસ નિર્વાણ પામ્યા એટલે ગુરુકુળ આશ્રમનો સઘળો વહીવટ મહારાજશ્રીની કાંધ ઉપર આવી ગયો.

મહારાજશ્રે ઓધવરામજી કોઇ સામાન્ય સાધુ નહોતા, તેઓ તો ક્રાતિકારી સનત હતા. પ્રવાહપ્રતિત થાય એમાના તેઓ નહોતા. તેઓ તો સામા પ્રવાહે તરનારા મહાપુરૂષ હતા. તેમણે તે સમયના હરિજનોની સ્થિતિ જોઇ અને તેમનુ ર્હદય દ્રવી ઉઠ્યુ. તેઓશ્રી અસ્પૃસ્યતાને હિન્દુ સનાતનધર્મનુ કલંક માનતા હતા.અને તે દુર કરવા તેમણે કમર કસી. સેવકોના વિરોધ વચ્ચે પણ તેમણે ગુરુકુળમા જ હરિજન છાત્રાલય શરૂ કરવાનો નિર્ધાર કર્યો અને ધીરે ધીરે સેવકોએ પણ તેમના આ માનવતાવાદી વિચારને સ્વીકાર્યો અને સંવત ૨૦૦૨મા વાઢાય ગુરુકુળમા હરિજન છાત્રાલયની સ્થાપના થઇ. એ જ વર્ષે ચૈત્ર સુદ -૯ ના શુભદેને મંજલ(યક્ષ) મુકામે એક વિશાળ વણકર-હરિજન સંમેલન યોજાયું. જેમા ખાસ ઉપસ્થિત રહેલા પુ. રવિશંકર મહારાજે તેમના સાચા સંતપણાના ભારોભાર વખાણ કરી તેમને વંદન કર્યા, આ સંમેલનમા તેમણે હરિજન કુટુંબો સાથે જ સમુહભોજન લઇ માત્ર વચનથી નહિ પણ વર્તનથી પણ દાખલો બેસાડ્યો.

કડવા પાટીદારોને સુધ્ધ સનાતનધર્મ તરફ વાળવા મહારાજ શ્રી લાલરામજીએ જેહાદ જગાવી હતી. પોતાની શરીર જે જ્ઞાતિનુ હતુ તે જ્ઞાતિ સાચા રાહ પર આવે એવી તેમની અંતરની ઇચ્છા હતી. અને અંતસમયે તેમણે તેમના પ્રિય શિષ્ય મહારાજશી ઓધવરામજીને આદેશ પણ કર્યો હતો. ગુરુ મહારાજનુ અધુરુ રહેલુ કામ પરિપુર્ણ કરવા તેઓ પાટીદારોના ગામડે ગામડે ફરીને સાચો સનાતનધર્મ શુ છે તે ખુબ જ સરળ છતા ર્હદય સોંસરવી ઉતરી જાય તેવી સચોટ વાણીમા સમજાવતા અને તેનુ ધીએ ધીરે પરિણામ આવવા લાગ્યું. સૌ પાટીદારો એક જ કુળદેવીની છત્રછાયા નીચે સંગઠિત થઇ શકે એ હેતુથી તેઓશ્રીએ સંવત ૨૦૦૦ મા વાઢાયમા ઉમિયા માઅતાજીના મંદિરની સ્થાપના કરી અને સંવત ૨૦૦ મા તે જ સ્થળે મા ઉમિયાની આખી મુર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાવડાવી. તેમણે પીરાણાપંચ છોડીને સનાતનધર્મ તરફ વળવા લાગતા પાટીદારોને પોતાના ગામમા ભગવાન શ્રી કક્ષ્મીનારાયણન મંદિરો બાંધવાની પ્રેરણા આપી અને જ્યા જ્યા શ્રી લક્ષ્મીનારાયણના મંદિરો બંધાતા અને તેની પ્રાણપ્રતિષ્ઠા થતી ત્યા ત્યા મહારાજશ્રી અચૂક પધરામણી કરતા. તેમણે પાટીદારોમા કેળવણીનો વ્યાપ વધારવા ક્ચ્છમા અને સાબરકાઠામા વિધ્યાર્થી બોડિંગા શરૂ કરવા મદદ કરેલી હતી.

મહારાજશ્રી જેટ્લા ધર્મપ્રેમી હતા તેટ્લા જ બલ્કે તેથી વધુ રાષ્ટ્રપ્રેમી પણ હતા. તેમના રોમરોમમા રાષ્ટ્રપ્રેમ છલકતો હતો. તેના દર્શન મુન્દ્રા ખાતે યોજાયેલ આઝાદીની ચળવળના ભાગરૂપે જવાબદાર રાજ્યની માગણી સાથીના અધિવેશનમા થયા. જ્યા તેમણે પોતાના આશ્રમમા અસ્પૃશ્યતા નિવારણની પ્રવૃતિને તો વેગ આપ્યો જ હતો પણ સાથી સાથે ખાદી ગ્રામૌધ્યૌગ, વર્ધાયોજનાની પ્રવૃતિઓ વગેરેન પણ સ્થાન આવ્યુ હતું. તેઓશ્રી આધુનિક પધ્ધતિએ ખેતી કરવાના પણ હિમાયતી હતા. એ માટે તેમણે વાઢાયમા ઇસ્જ્વરવાડી શરૂ કરી આધુનિક ખેતીના પ્રત્યક્ષ પ્રયોગો બતાવી આસપાસના ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી હતી.

મહારાજશ્રી સંવત ૨૦૦૫મા મનની શાંતિ માટે પ્રભુભજન માટે હરિદ્વાર પધાર્યા અને ત્યાથી તેમણે ઉતરભારતન તીર્થોનુ તીર્થેટન કરી વાઢાય પધાર્યા. ત્યારે વ્યોવૃધ્ધ-ગુરુબંધુ શ્રી રામદાસજીનો અંતસમય નજીક જોતા તેઓ તેમની સેવામા લાગી ગયા. અને તેમનો દેહવિલય થતા ભંડારો કર્યો. એ જ રીતે મંજલમા મૈયાજીની પણ અંતસમયે સેવાશુશ્રૂષા કરવાનો તેમને લાભ મળ્યો અને તેમણે મૈયાજીને પણ પરધામ વળાવ્યા. બાદ તેમનો પણ ભંડારો કરી શાંતિથી હરિદ્વાર પધાર્યા. જ્યા તેમણે સપ્તસરોવરને કાઠે રમણીય સ્થળ પસંદ કરી એક આશ્રમની સ્થાપના કરી, જેમનુ નામ પોતાના ગુરુના નામ પર”કચ્છી લાલરામેશ્વર આશ્રમ” રાખ્યું. આ આશ્રમની સ્થાપના પાછળનો તેમનો ઉદેશ સાધુદંતો તેમજ ખાસ કરીને તીર્થાટને નીકળેલા માદરે વતન કચ્છન લોકોને હરેદ્વારમા રહેવા ઊતરવાની સગવડ મળી રહે તે હતો. આમ દુર રહે પણ તેમના હૈયામા કચ્છ અને કચ્છીઓનુ હિત વસેકુ જોઇ શકાય છે.

મહારાજશ્રીએ જ્યા પાટીદાર, મિસ્ત્રી, આહીર, હરિજન વગેર જ્ઞાતિઓના કલ્યાણ માટે આંતરડૂ બાળીને કાર્ય કર્યુ તેમ જે જ્ઞાતિના પિંડથી તેમનુ શરીર બંધાયેલુ હતુ તે ભાનુશાળી, જ્ઞાતિ માટે તેમની છેલ્લી અવસ્થામા ઘણુ ઘણુ કર્યુ, તે ભાનુશાળી જ્ઞાતિની વાડી બાંધવાની પ્રેરણા આપી. એ જ રીતે સંવત ૧૯૯૧ મા માડવીમા જ્ઞાતિના વિધ્યાર્થીઓ માટે બોડિંગ પણ શરૂ કરાવી. ત્યાર પછી તેને પગલે પગલે નલિયા, ભુજ અને જામનગરમા પણ જ્ઞાતિની બોડિંગ શરૂ થઇ.ભાનુશાલી જ્ઞાતિને એક જ ધર્મછત્ર નીચે લાવી સંગઠિત રાખવાના ઉદેશથી કુળદેવીશ્રી હિંગળાજ માતાના મંદિરો બાંધવાની પણ તેઓશ્રીએ પ્રેરણા આપી.

જીવના અંતિમ દિવસોમા મહારાજશ્રીની તબિયત ઘણી નાદુરસ્ત રહી. પોતાનો અંતસમય કળી જનાર પુરુષે કચ્છના તમામ સાધુસંતોના દર્શન કરવાના શુભ આશયથી એક ઉત્સવ કર્યો. જેમા પધારેલા સૌ સાઅધુદંતોના ચરણસ્પર્શ કર્યાં. તેમના અંતસમયે કચ્છના જુદા જુદા ગામોમાથી મહારાજશ્રીના દર્શને આવેલા તેમના સેવકો અને ભક્તો ઉપસ્થિત હતા. સંવત ૨૦૧૩ના પોષ સુદ-૧૨ (તા. ૧૩-૧-૫૭) રવિવાર ને મકરસંક્રાતિના દિવસે રાત્રે -૧૫ કલાકે મહારજશ્રી ઓધવરામજીએ છેલ્લા શ્ર્વાસ લઇ મોક્ષપ્રાપ્તિ કરી.

Leave a Reply