fbpx

BKC પ્રવેશ નિયમો અને શરતો – ગુજરાતી

કન્યા છાત્રાલય તથા વિદ્યાર્થી ગૃહ પ્રવેશના નિયમો 

  1. શ્રી કચ્છી ભાનુશાલી જ્ઞાતિ નો વિદ્યાર્થી અથવા વિદ્યાર્થિનીને જ પ્રવેશ માટે અરજી કરી શકશે.
  2. શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા માન્ય કરાયેલ પ્રવેશ પત્ર માં જ અરજી કરી શકશે.
  3. પ્રવેશ પત્રક મળ્યેથી પ્રવેશ મળી ગયું એમ સમજવું નહીં.
  4. સેવા સમાજ દ્વારા નક્કી કરાયેલ ગુણાંક મુજબ ધોરણ 7 પાસ કરેલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને જ પ્રવેશ મળી શકશે.
  5. અરજીપત્રક સેવા સમાજ દ્વારા જાહેર કરાયેલ તારીખ સુધી સેવા સમાજની મુંબઈ ઓફિસ કે સ્થાનિક બોર્ડિંગમાં મેળવી શકાશે અને સંપૂર્ણ માહિતી સાથે ભરેલ અરજી પત્રક સેવા સમાજ દ્વારા નક્કી કરાયેલા તારીખ સુધી સેવા સમાજની મુંબઈ ઑફિસમાં પહોંચવાનું રહેશે એ તારીખો પસાર થઇ ગયા પછી પ્રવેશ પત્ર આપવામાં કે સ્વીકારવામાં નહીં આવે સ્થાનિક કમિટીને પણ હક નહીં રહે.
  6.  અરજી કરનાર વિદ્યાર્થી વિદ્યાર્થી ની સેવા સમાજના આજીવન સભ્ય બનવું જરૂરી રહેશે.
  7.  ધોરણ-૮ માટે અરજી કરતી વખતે વિદ્યાર્થી વિદ્યાર્થી ની ઉંમર ૧૪ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  8.  પ્રવેશ મંજૂરી વખતે તે બાબતે નીચે મુજબના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે જેમાં આવક ગણતરી સંયુક્ત કુટુંબની કરવામાં આવશે (માતા-પિતા સાથે રહેનાર કમાતા કુંવારા ભાઈ તેમ જ બહેન).
  9.  એક કુટુંબમાંથી જ એક જ વિદ્યાર્થીને ખ વર્ગમાં પ્રવેશ મળી શકશે વિદ્યા વિદ્યાર્થીને કયા વર્ગમાં પ્રવેશ મળી શકશે અથવા બંને વિદ્યાર્થીઓને ગ વર્ગમાં પ્રવેશ મળી શકશે.
  10. અશક્ત અસ્થિર મગજ કે ચેપી રોગ ધરાવતા વિદ્યાર્થી વિદ્યાર્થી ની અરજી સ્વીકારવામાં નહીં આવે.
  11.  અરજી પત્રકમાં ગામના બે પ્રતિનિધિઓ ની સહી સાથે ભલામણની જરૂર રહેશે તેમ જ ગામના મહાજન મિત્ર મંડળના ભલામણ પત્ર ની જરૂર રહેશે.
  12.  અરજી મંજુર થયા પછી બોર્ડિંગમાં દાખલ થવા પહેલા પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે જેમાં નાપાસ થનાર વિદ્યાર્થી વિદ્યાર્થી નું પ્રવેશ રદ કરવામાં આવશે.
  13.  જેસી વર્ગ સાથે અરજી મંજૂર કરવામાં આવી હશે તે બોર્ડિંગમાં પ્રવેશ મેળવવાની વખતે જ ભરવાની રહેશે અન્યથા પ્રવેશ નહીં મળે.
  14.  એક વખત લોડિંગ માં પ્રવેશ મેળવ્યા પછી કોઈ પણ સંજોગોમાં ફી પાછી આપવામાં આવશે નહીં.
  15.  ધોરણ 8માં પ્રવેશ મેળવ્યા પછી ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ ફરજિયાત પૂર્ણ કરવાનો રહેશે.
  16.  વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થી વિદ્યાર્થી ને ફરીથી પ્રવેશ આપવામાં આવશે નહીં.
  17.  પ્રથમ સત્ર છ માસિક માં નાપાસ થનાર વિદ્યાર્થી વિદ્યાર્થિની પાસેથી રૂપિયા એક હજાર દંડ રૂપે વસૂલ કરવામાં આવશે જે વાર્ષિક પરીક્ષામાં પણ પાછા આપવામાં આવશે દંડ ન ભરનાર વિદ્યાર્થી વિદ્યાર્થી ને બીજા સત્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
  18.  સગપણ થઈ ગયેલ વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં અને ચાલુ અભ્યાસે સફળ થશે તો ગૃહમાંથી છૂટો કરવામાં આવશે.
  19.  બોર્ડિંગ પ્રવેશ અરજીઓ પર નિર્ણય શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ કારોબારી કમીટી લેશે જે આખરી અમલી અને બંધનકર્તા ગણાશે.
  20.  એસએસસી ધોરણ માં અંગ્રેજી વિષય ફરજીયાત લેવાનો રહેશે.
  21.  વિદ્યાર્થી ગૃહ છાત્રાલયમાં સમયસર હાજર નહીં થતાં સંકુલમાં પ્રવેશ મેળવવાની જવાબદારી વાલીઓની રહેશે અને જો સ્કૂલમાં પ્રવેશ નહીં મળે વિદ્યાર્થી ગૃહ છાત્રાલયમાં પ્રવેશ નામંજુર કરવામાં આવશે.
  22.  જે ગામમાં હાઇસ્કુલ હશે એ ગામના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ખાસ સંજોગો સિવાય બોર્ડિંગ પ્રવેશ માટે અરજી કરી શકશે નહીં.
  23.  જે બોર્ડિંગમાં જગ્યા હશે એ જ બોર્ડિંગમાં પ્રવેશ મળશે.

કન્યા છાત્રાલય તથા વિદ્યાર્થી ગૃહ ના નિયમો

  1.  હેરશ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ દ્વારા બનાવાયેલ છાત્રાલય નિયમો ગૃહના દરેક વિદ્યાર્થી વિદ્યાર્થી ને બંધનકર્તા રહેશે જેનો વિદ્યાર્થીએ ચુસ્તપણે પાલન કરવાનો રહેશે.
  2.  વિદ્યાર્થી ગૃહ કન્યા છાત્રાલયના સંચાલનની જવાબદારી ગૃહપતિને ગૃહમાતા ને સોંપવામાં આવેલ છે જેથી ગૃહ પતિની ગુરુ માતાની આજ્ઞાનું પાલન વિદ્યાર્થી વિદ્યાર્થિની તેમજ વાલીએ પણ કરવાનું રહેશે.
  3.  ગૃહપતિની ગૃહમાતા ની પરવાનગી સિવાય માતા-પિતા વાલી તેમજ અન્ય સગા સંબંધી વિદ્યાર્થી વિદ્યાર્થી ને મળી શકશે નહીં તેમ જ વિદ્યાર્થી ગૃહ છાત્રાલય થી બહાર વિદ્યાર્થી વિદ્યાર્થી ને લઇ જઇ શકશે નહીં.
  4.  કોઈપણ જાતની ફરિયાદ વાલી માતા-પિતા તેમજ વિદ્યાર્થી વિદ્યાર્થિનીએ સ્થાનિક કમિટી અથવા મુંબઈ સેવા સમાજ પ્રશ્નની ઓફિસમાં લેખિત કરવી.
  5.  બોડી કન્યા છાત્રાલય ના સમયપત્રકના ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
  6.  ગૃહપતિ ગૃહમાતા દ્વારા નક્કી કરાયેલા દિવસે જ વાલીઓ પોતાના બાળકોને મળી શકશે.
  7. વાલીઓએ બહારથી કોઇ પણ ખાદ્ય પદાર્થ લાવવા નહીં.
  8. વિદ્યાર્થી વિદ્યાર્થીની માંદગી ના સમાચાર મળે થી પિતા વાલીએ બોર્ડિંગમાં હાજર થઈ જવું અને ડોક્ટરની સલાહ મુજબ ઘરે લઇ જઇ શકશે.
  9.  હિન્દી વિદ્યાર્થી વિદ્યાર્થી ને ગેર વ્યાજબી અથવા ગેરવર્તણૂક બદલ તેને વિદ્યાર્થી ગૃહ મંત્રાલયમાંથી દૂર કરવાનો અધિકાર સ્થાનિક કમિટી તેમજ ગ્રુપ ગ્રુપ માતાની ભલામણથી સેવા સમાજની કમિટીને રહેશે જે માટે  કોઈનો પણ વાંધો ચાલશે નહીં.
  10.  વિદ્યાર્થી ગૃહ કન્યા છાત્રાલયમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને દૈનિક કાર્યક્રમ ચોકસાઈથી પાડવાના રહેશે.
  11.  સત્ર શરૂ થતાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થી ગૃહ કન્યા છાત્રાલયમાં બે દિવસ પહેલા હાજર થવું મૂળ આવનારને પ્રવેશ મળશે નહીં.
  12.  સ્કૂલો થી બહાર રમત રમીને કે બહારના કામે થી પાછા આવતા ગણપતિ ગૃહમાતા ને આવી ગયાની જાણ કરવી.
  13.  સ્કૂલે જવું કે રમવા જવું કે ગૃહની બહાર જવું હોય તો ગૃહપતિ ગૃહમાતા ની રજા લેવી જરૂરી રહેશે.
  14.  વિદ્યાર્થી વિદ્યાર્થિનીએ બધા સાથે  સલાહ સંપથી તેમજ ભાઈચારાથી રહેવાનું છે આપસમાં જ ગણવું નહીં કે જૂથ રચવા કરવી નહીં માર જોડકે ઈર્ષા અદેખાઈ કરવી નહીં સંસ્થાના કાર્યોમાં અવરોધ કરવો નહીં અને સંસ્થાની મિલકતને નુકસાન થાય એવું પગલું ભરવું નહીં નુકસાનની ભરપાઈ કરવાની રહેશે તેમ જ કડક પગલાં ભરવામાં આવશે.
  15.  વિદ્યાર્થી વિદ્યાર્થી ની જે શાળામાં જતા હોય એ શાળાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું.
  16.  બજારના ખાદ્ય પદાર્થો ખાવા નહીં કે પાન બીડી તમાકુ વ્યસન ની તેમજ બહારના ખાદ્ય પદાર્થ રાખવા નહીં તથા અન્ય વ્યસનોના બંધાણી બનવું નહીં.
  17.  ગૃહમાં રહેવા દરમિયાન વિદ્યાર્થી વિદ્યાર્થિની દાગીના કે કીમતી ચીજો ઘરેથી લાવી નહીં તેમ જ રૂપિયા પણ પોતાની પાસે રાખવા નહીં અને હોય તો ગણપતિ ગૃહમાતા પાસે જમા કરાવવા જે જરૂરત વખતે ગૃહપતિ ગ્રહ માતા પાસેથી મળી શકશે રૂપિયા વિદ્યાર્થી પાસે હશે તો જ કરવામાં આવશે.
  18. દરેક વિદ્યાર્થી વિદ્યાર્થી ને સંસ્થા તરફથી મળેલ ગણવેશ વાસણ ઈચ્છા ના પાઠ્ય પુસ્તકો નોટબુકો તેમજ અન્ય ચીજ વસ્તુઓ સંભાળપૂર્વક વાપરવા અને તેવી ચીજવસ્તુઓ જાણી જોઈને કોઈ પણ ચીજવસ્તુ ને નુકસાન થયેલ હશે કે કોઈ ના ખેલ હશે તેની ભરપાઈ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને કરવાની રહેશે.
  19.  સંતાની દરેક વસ્તુ વેકેશનમાં ઘેર જતી વખતે કે છાત્રાલય છોડતી વખતે સારી સ્થિતિમાં ગૃહપતિ ગૃહમાતા પાસે જમા કરાવી.
  20.  વિદ્યાર્થી વિદ્યાર્થી ને ફક્ત દિવાળી વેકેશન તેમજ ઉનાળાના વેકેશન દરમિયાન વિદ્યાર્થી ગૃહ કન્યા છાત્રાલયમાં થી ઘેર જવા રજા આપવામાં આવશે અન્ય સાધારણ કારણો માટે સ્થાનિક કમિટીની લેખિત મંજૂરી મેળવવાની રહેશે.

સંસ્થાના છાત્રાલયના ઉપરોક્ત નિયમો પૃષ્ઠ પર દર્શાવેલ છે તેને વાંચ્યા છે અને મને બંધનકર્તા છે આપેલ નિયમોનું ચુસ્તપણે પાલન કરીશ તેવી ખાતરી આપું છું વળી હું પ્રતિજ્ઞા પૂર્વક જણાવું છું કે છાત્રાલય પ્રત્યે હું જ્ઞાન મંદિર જેવો પૂજ્યભાવ રાખીશ તથા મારા સહ  અધ્યાયો પ્રત્યે સ્વજનો જેવો વર્તાવ રાખીશ આ પત્રક સાથે મારી છેલ્લી પરીક્ષા નું પરિણામ પત્રક તથા બોનોફાઇડ સર્ટિફિકેટ મોકલાવેલ છે તેથી મને પ્રવેશ આપવા કૃપા કરશો